Nizarali Jeraj Pirbhai Ibrahim

From Khoja Wiki
Marhum Nizarali Jeraj Pirbhai Ibrahim
Nizarali pirbhai ibrahim.png
Town of birth
Country of birth
Date of Birth
  • 14 June
  • 1941
Date of Death
  • 31 October 1954
Place of Death
Country of death
Name of Cemetery and plot no
Place of longest stay
Profession or occupation carriedout for the longest period in life
  • Student

Born in 2024 Dar-es- Salaam

મર્હુમ નિઝારઅલી ફિરસ્તો થઈ ગયો; એ હઝરત મૌલાના સુલતાન મહંમદ શાહ એ નવાજેશ કરેલ સંદેશો તાલીકા પંથી દારેસલામના ઈસ્માઈલીઓ જાણ્યું જાણ્યું. નિઝારઅલી જીન્નતમાં ફિરસ્તાને દરજ્જે પહોંચ્યો છે. એ હઝરત મૌલાના સુલતાન મહંમદ શાહ (અલયહિ સલામ)ની વાણી છે, અને એના આત્મા માટે મૌલાએ આશીર્વાદ પણ મોકલાવ્યા છે. સંદેશો ડાંગનીકાની ઈસ્માઈલિયા એસોસિએશનના પ્રેસિડેન્ટ મળ્યો હતો, જેનું વાંચન જમાતખાનામાં થયું હતું. ઇતિહાસમાં આવો બનાવ કદાચ પહેલીવાર ગણાય. હા; પણ તમે બધા એ કદાચ નહીં જાણ્યું હોય કે નિઝારઅલી કોણ હતો ને ક્યાં રહેતો હતો. નિઝારે ૧૯૪૧માં તારીખ ૧૪મી જુન ને રવિવારે દારેસલામ ખાતેના મેટરનેટી હોમમાં જનમ્યો હતો ને એ છોકરાનું મરણ પણ એજ ઇસ્પટાલમાં અને રવિવારનાજ દિને થયું હતું, એ જે ઓરડમાં જનમ્યો હતો એજ ઓરડમાં એનું મૃત્યુ પામ્યો. મરણની તારીખ ૩૧મી ઓક્ટોબર ૧૯૫૪, ૧૪ વર્ષની નાની વયે એ ચાર દિનની બીમારી ભોગવી આ ફાની જહાંનો ત્યાગ કરી ગયો. આમ તો આ ઉંમરે અને એથીય નાની વયે છોકરાઓ મૃત્યુ પામે છે, પણ મૃત્યુ મૃત્યુમાં યે ફેર હોય છે એ છોકરો જે જીવન જીવી ગયો તે નોંધવા લાયક છે. ઇતિહાસમાં યાને લખાઈ ગયેલ છે એ પોતાનું ઝળકતું નામ પાછળ રાખી ગયેલ છે એ આદર્શ છોકરો હતો. એ મૌલાનો સાચો ને ફરમાનબરદાર બચ્ચો હતો. નાનપણથીજ એનામાં સારા સંસ્કારીઓ જન્મ લીધો હતો, નાનપણથીજ એણે ખુદાની ખીજમત દિલ પરોવ્યું હતો સાદાઈ અને પસંદ હતી એની જીવન માટે મૌલાના હઝરત મૌલાના સુલતાન મહંમદ શાહ (અલયહિ સલામ) સંદેશામાં જે ફરમાવ્યું છે કે દરેક ઈસ્માઈલી વિદ્યાલય યાદ રાખવું જોઈએ છે દરેક ઈસ્માઈલી બચ્ચાને માટે મૌલાનું ફરમાન થયું છે કે મર્હુમ નિઝાર જે શ્રદ્ધા - માન અને ભાવનાથી સર્વે ધાર્મિક ક્રિયાઓ કરતો હતો તેજ રીતે તમારે કરવી જોઈએ નિઝારના જીવનનું અનુ કરણ કરવું જોઈએ. નિઝારના પિતાશ્રીનુ નામ હુઝુર મુખી જેરાજ ઈબ્રાહીમ પીરભાઈ છે, જેરાજભાઈ દનલપ ડાયનર્સ અને પ્રોડકશનના બ્રોકર છે, મર્હુમ નિઝારની ધાર્મિક કેળવણી માટે એમના પિતાશ્રીએ નાનપણથી ઘણું ધ્યાન આપેલું પાંચ વર્ષની નાની વયે સુંદર ઢબથી એ છોકરાએ - મર્હુમ નિઝારે રોજિંદી ધુઆ પડવી. આખી જમાતને છકક કરી હતી. ને તેને ૬૫નું ઇનામ પણ મળ્યું હતું. એના બાપે એને ઘરે શિખાડી હતી પાંચ વર્ષની નાની વયે કોકજ ધુઆ પડતા હશે. અને નવ વર્ષની વયે ઘટપાતની ધુઆ પડાવી હતી. એ ધુઆ તે આપમેળે પોતાની માતાની કાળજી હેઠળ શીખ્યો હતો, ઈસ્માઈલી ધર્મનું જ્ઞાન પણ તે તેને સારૂ હતું ગીનાન મીઠા સુરે બોલતો હતો રાગ રાણીમાં આગળ વધેલો હતો તે દારેસ સલામમાં જનમ્યો બાદ ૧૨-૧૩ વર્ષ ભરમાંજ રહ્યો હતો ૧૯૫૪ના જાન્યુઆરીમાંજ તે પાછો અત્રે આવી વસ્યો હતો તે સમજણો થયો ત્યારથી કોઈ દિવસ જમાતખાનું ચૂક્યો નહીં હોય. સવારના તથા સાંજના બંદગીમાં હાજર હોયજ ને બધી ક્રિયાઓમાં ભાવથી ભળતો. બયતુલ ખ્યાલની બંદગી પણ રાત ત્રણ વાગે ઉઠીને કરતો હતો - ને તે પણ જમાતખાનામાંજ – દારેસ સલામના જમાતખાનામાં મુશ્કેલઆસાનની એટલી મોટી તસ્બીહ મર્હુમ નિઝારે ઘણીવાર ઉંમરે પહોંચેલા માણસની જેમ કાઢી હતી. તેની વફાદ થઈ તેના અઠવાડિયા પહેલા છોકરાઓની મંડળી તરફથી જે મિજલસ થઈ હતી તેમાં તેણે હવે પછી તે વાઈઝ પણ કરશે એવી ઉમેદ દર્શાવી હતી, તે માબાપનો કહ્યાગરો બેટો, હતો મર્હુમનું ચારિત્ર અને ચાલચલણ માટે ખુદ શાળાના પ્રિન્સિપલ મિસ્ટર ગ્રેગરી એ પણ વખાણ કર્યા હતા, અને એના આત્માની શાંતિ માટે શાળામાં પ્રાર્થના કરવી હતી. જેમ ઘણા છોકરાઓ રસ્તામાં જ્યાં ત્યાં રઝડી ધીગામસ્તી કરતા નજર પડે છે તેમ મર્હુમ નિઝાર નેહતો કરતો તોફાન-મસ્તી અને ખરાબ આદતોથી તે દૂર રહેતો, તેના પિતા તરફથી તેને ખિસ્સામાં ખર્ચના પૈસા મળતા, મર્હુમ હંમેશા પૈસા સાચવતો ને સારી ઠેકાણે વાપરતો. આચર કુચરમાં પૈસા બગાડતો તેમ સિનેમા જોવા માટે કદી હઠ ન કરતો એટલુંજ નહીં પણ બચ્ચાનું માણસ બગાડે એવું ચક્રમ એનું ધનચક્કર જેવું સાહિત્ય પૈસા ખર્ચ ખર્ચીને કે કોઈ વાંચવા આપે તોય કદી વાંચતો નહોતો અને પોતે હંમેશા જ્ઞાનમય અને ઐતિહાસિક પુસ્તકો વાંચતો તથા પોતાના સમગ્રમાં આવનારોને તેમ ભલામણ કરતો. ફુઝુલખચીથી તે ખાસ દૂર રહેતો. ઘરમાં પણ માબાપને કામકાજમાં મદદ કરતો ને મોઢામાંથી કદી ખરાબ શબ્દ કાઢતો નહીં ને બધા સાથે વિવેકથી વાત કરતો. ખરેખર મર્હુમ નિઝાર નાની વર્ષ શાંતનું જીવન જીવી ગયો, આવો સારો છોકરો ગુમાવી માટે એને એકોએક છોકરો માબાપને કેટલું દુઃખ થયું હશે તે તમો સમજી શક્યા હશો. છતાં મૌલાનો સંદેશો પોતાના ફરજંદ માટે સાંભળી તેઓ પોતાનો ગમ બધું ભૂલી ગયા છે. નિઝાર ખરેખર ફિરસ્તાની દરજ્જે પહોંચ્યો છે. શાળામાં પણ તે કોઈ સાથે કદી ઝઘડતો નહોતો શિક્ષક તથા વિદ્યાર્થીઓનો તે માનીતો હતો. તેની અંતિમ ક્રિયામાં સેંકડો છોકરાઓ હાજર હતા. તે દફનાવીતી વખતે ઘણા છોકરાઓ મર્હુમને અંજલી આપી હતી, એટલુંજ નહીં પણ તેઓ તેની પાકી કબર બનાવી તેની યાદ કાયમ રાખવા ઈચ્છે છે. જે ઉપરથી બીજાઓ પણ નિઝારનો ઇતિહાસ જાણી પોતાનું વર્તન સારું ન હોય તો સુધારે ને સાચું ઈસ્માઈલી બની રહે. આશા છે કે મર્હુમનું આ જીવન દરેક વિદ્યાર્થીને ધર્મ ક્રિયાઓમાં ભાવથી સર્વે એ ભાગ લેવા જોઈએ, આમીન.


2nd December, 1954 My Dear President, I give my best paternal, maternal blessings to the late Nizarali Huzurmukhi Jeraj Pirbhai and pray for the rest of soul. He is an angel in Heaven and all my beloved school children should follow his example and perform Religious Ceremonies with the same faith and zeal he always showed during his life time. Yours affectionally, AGA KHAN To the President, Ismailia Association, Dar-es-Salaam.

૨જી ડિસેમ્બર ૧૯૫૪ મારા વ્હાલા પ્રેસિડેન્ટ, હું મર્હુમ નિઝારઅલી હુઝુરમુખી જેરાજ પીરભાઈને પિતા અને માતા તરીકેના ઉત્તમ દુઆ આશિષો ફરમાવું છું અને તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરૂં છું. તે બહિશ્તમાં એક ફરિશ્તો છે. અને બધા મારા વ્હાલા સ્કૂલના બચ્ચાઓએ તેના દ્રષ્ટાંતનું અનુકરણ કરવું જોઈએ અને પોતાની જીંદગીના સમય દરમ્યાન તેણે હંમેશા દેખાડેલ ઇમાન અને ખંતથી ધાર્મિક ક્રિયાઓ કરવી જોઈએ. તમારો મમતાળુ, આગાખાન ઇસ્માઇલી એસોસિએશનના પ્રેસિડેન્ટ જોગ, દારેસલામ.