Fazal Lalji Samji
- 1898
- 1937
- SeaView Ismaili Cemetery
- Dar es Salaam
- Water Salesmen
- Dairy Farmer
- Parents
- Partners
- Children
Family Photo Album
દારેસ્સલામના ફાઝલ લાલજી સામજી, પીર સબ્જાઅલીના ખાસ મિત્ર હતા. ૧૯૩૭માં જ્યારે ફાઝલભાઈ ખૂબ જ બિમાર હતા, ત્યારે પીર સબ્જાઅલી તેમની મુલાકાતે આવ્યા હતા. પીર સબ્જાઅલી ટૂંક સમયમાં જમાનાના ઈમામની મૂલાકાતે જવાની મુસાફરી કરવાના હોઈ, તેમણે ફાઝલભાઈને પુછ્યું કે તમારે ઈમામને કંઈ સંદેશો કે અરજી મોકલવો છે?
ફાઝલભાઈ એ તેમને જવાબ આપ્યો, મીશનરી સાહેબ, આઇ હાજર ઇમામ કે થોડા મહિના પોય મલનાં, પણ આઉં તો જરા વાર મેંજ મૌલાકે મલન-વાળો આયાં.
(મીશનરી સાહેબ, આપ તો હાજર ઈમામને થોડાં મહિનાઓ પછી મળશો, પરંતુ હું તો ટૂંક સમયમાં જ મૌલાને મળવાનો છુ)
અને તેઓએ પીર સદરદીન રચિત ગિનાન અમર તે આયો મોરે શાહજી જો એમુઅલ્લાહ, હુકમ તે મોટેઓ એ ન જાય, એ આખુ ગિનાન ગાયુ. ફાઝલભાઈ એ ત્યાર પછી તેમના મોટા દિકરા અકબર, જે તે સમયે ૧૪ વર્ષના હતા, તેમને તેમની પેશાની ચુમવાનું કહ્યુ. પોતાના આખા કુટુંબથી ઘેરાયેલા ફાઝલભાઈ એ પોતાના પિતા લાલજીબાપાને કહ્યું, અજ પુઠયા હી દુનિયાજી સબંધ પૂરો થ્યેંતો, કારણ કે થોડીક જ વારમેં આંઉ હી દુનિયા મૂકીને હલીવિનાંતો, અને હી જંજાળી દુનિયા છોડી ને આઉં ખૂબ જ ઉત્તમ જગ્યામેં શામિલ થીંદો. મુંજો મરણ મેં કોઈ બી અફસોસ મ કરજો.
(આજથી આપણો આ દુનિયાનો સબંધ પૂરો થાય છે, કારણ કે થોડી વારમાં હું આ દુનિયા છોડીને જાઊં છું. અને આ ફાની દુનિયા છોડી ને હું ખૂબ જ ઊત્તમ જગ્યાએ જઈ રહ્યો હોઈ, મારા જવાનો કોઈ એ અફસોસ કરવો નહી.)
થોડી જ મિનિટોમાં તેમણે પોતાના પગ સીધા કર્યા, અને પોતાની પત્ની, દિકરો, પિતા અને મિત્ર પીર સબ્જાઅલીની હાજરીમાં દુનિયા છોડી દીધી.
ત્યારથી આજ દિન સુધી અલી સુંદરજીના કુટુંબમાં કોઈ પણ કુટુંબીજનના મૃત્યુ પ્રસંગે ગિનાન અમર તે આયો બોલવાની પ્રથા છે.