Pirbhai Haji Ismail

From Khoja Wiki
Alijah Pirbhai Haji Ismail
20211217 122606 - Copy.jpg
Town of birth
Country of birth
Date of Birth
  • 7 August 1915
Place of Death
Province of death
Country of death
Name of Cemetery and plot no
  • forest lawn cemetery in burnaby.
Place of longest stay
Profession or occupation carriedout for the longest period in life
  • Merchant
Where-City or Country

Born in 1915 Porbandar

The current Kamadia of Darkhana Jamat Huzur Mukhi Pirbhai Haji Ismail guides the younger generation.

There is no doubt that a person who has to be involved in the battles of life from the age of 12 is strong. Pirbhai Haji, the current Kamadia of the Darkhana Jamat started service with Bandalibhai Lalji in Morogoro at the age of 12. The next year, he got a job at the wholesale and retail sundry goods shop of Varas Hussein Nasser Shariff in Dar es Salaam.

From 1927 to 1937, from the age of 12 to the age of 21, for 10 years, he worked in the Varas Saheb's shop. In that long period, the treatment by Varas Saheb and the family was as if he was a family member and everyone looked after him like their own children. In his 10 years in the service, he procured a wide experience of salesmanship, sense of a person's nature and a wide knowledge of the business of sundry goods. In 1937, he opened his own shop in sundry goods. He did not have capital to speak of but his reputation was good amongst the traders and merchants. So, on credit, he bought Sh. 3,000.00 worth of goods and started his business. The 3,000.00 shillings of that time are equal to shillings 30,000.00 today (in 1957). The shop that started with credit in 1937 is today considered to be the best shop for wholesale and retail sundry goods.

Here is the path that Pirbhai can give to the younger generation after experience of 30 years from 1927 to 1957.

  • The goods that could be had on credit by a trustworthy person can be obtained even today.
  • Even today, any trustworthy person can start a business without capital by buying goods on credit.
  • Goods are easily available to those who are trustworthy to the lenders. Merchants still lend today on the recommendation of a personal acquaintance or a well-known person.
  • After purchasing the goods, a trader who pays the money on time, or, two or four days earlier, gets best credit.
  • If we want to sustain trade, we should never fail to repay the money. The one who knows how to maintain his credit is a true trader.
  • Times are changing. If goods are purchased with cash with the cooperation of money-lending institutions, goods will be available at cheaper prices. This will increase the profit volume and repaying credit in time will be possible.
  • To do good business, one should gain confidence from customers.
  • Every trader should buy goods according to his means. By shaming one another in rivalry or competition, do not create unnecessary stock oversupply. There is no difficulty in repaying credit according to one’s means.
  • Have sweet dialogue and consider the smallest customer as equal to the largest customer.
  • Instead of selling as much goods as the customer asks for and taking satisfaction, show him new goods to get him interested so that the business increases.
  • The ultimate goal of the youth should be business, not a comfortable “service.”
  • And most precious and the best is that life should be lived as if Imam-e-Zaman is present and breath according to the principles of honesty and Ismaili Mazhab (religion).

This is the way forward for the younger generation.

Kamadia Saheb, who is calm and friendly by nature, has been serving the community as much as possible since the age of 18. Some of his dispersal services include leader of Rover Scout Patrol and Honorary Secretary of the Council, Member of the Economic Committee, Member of the Advisory Committee of the Ismailia Association, Chairman of our Library, Chairman of the Literary Section, Saatmi-Raat Kamadia, etc. In addition, he has served as a Director of the Ismailia Cooperative Society and Ismailia Welfare Society. He has been serving continuously for years as a member of the Jamat.

In 1953 Mawlana Sultan Mahomed Shah with Karam Bakshish, has conferred the title of Huzur Mukhi. In the present year, he is the current the Kamadia and has been appointed Ex-Officio Member of Honourable Provisional Council for Darkhana Jamat. In the current year alone, the Kamdia Sahebs tenure, there has been three auspicious occasions during its time, such as the Padhramni of Prince Aly Khan and the two Padhramnis of Hazar Imam.

For this as well as the very auspicious occasion of Mawlana Shah Karim's ascension to the throne of the Imamat and his coronation, “The Ismaili Roshni" gives lakhs of congratulations.

Ismail Mohamed Dewji, Editor

ધ ઇસ્માઇલી રોશની - દરખાના જમાતના ચાલુ કામડીયા હુઝૂર મુખી પીરભાઈ હાજી ઇસ્માઇલ યુવાનોને માર્ગદર્શન કરાવે છે

જે વ્યક્તિને ૧૨ વર્ષની નાની વયે જીવનના યુધ્ધમાં ઝુમ્પાલાવવું પડે તેનો અનુભવ કસદાર હોય એમાં શંકા નથી. દરખાના જમાતના ચાલુ કામડીયા હુઝૂર મુખી પીરભાઈ હાજીયે ૧૨ વર્ષની નાની વયે બંદાલીભાઈ લાલજીને ત્યાં ગામ મોરોગોરોમાં નોકરી મંડાવી. બીજે વર્ષે દારેસસલામમાં વારસ હુસૈન નાસર શરરિફની હોલસેલ અને રિટેલ સન્દ્રી ગુડ્ઝની દુકાનમાં એમને નોકરી મળી. ૧૯૨૯ થી ૧૯૩૯ સુધી એટલે ૧૨ વર્ષની નાની વયથી ૨૧ વષની ભરજુવાન અવસ્થા સુધી ૧૦ વર્ષ એમને વારસ સાહેબની દુકાનમાં નોકરી કરી. એ લાંબા ગાળા દરમ્યાન વારસ સાહેબ અને કુટુંબીજણોનો તેમના પ્રત્યેનો વર્તાવ કુટુંબના એક સભ્ય જેવોજ હેતાળ હતો અને સૌ પોતાના બચ્ચાંની જેમ એમની દેખભાળ રાખતા. નોકરીના ૧૦ વર્ષમાં એમને સેલ્સમેન્શીપ માણસના સ્વભાવની પરખ અને સન્દ્રી ગુડ્ઝના વેપારનો બહોળો અનુભવ મળ્યો. ૧૯૩૯ માં એમને સન્ડ્રી ગુડ્ઝની પોતાની દુકાન ખોલી. મૂડી તો કઈ નોતી પણ વેપારીઓમાં આબરૂ સારી હતી. એટલે ક્રેડિટ પર શિલિંગ ૩,૦૦૦.૦૦ નો માલ ખરીદીને શરુ કરી. એ સમયના શિલિંગ ત્રણ હજાર એટલે આજ (૧૯૫૭) ના શિલિંગ ત્રીસ હજાર બરાબર થાય. ૧૯૩૯ માં ક્રેડિટથી શરું કરેલી દુકાન આજે હોલસેલ અને રિટેલ સન્દ્રી માલની સારામાં સારી દુકાન ગણાય છે. ૧૯૨૭ થી ૧૯૫૭ ના ૩૦ વર્ષના અનુભવ ઉપરથી હુઝૂર મુખી યુવાનોને જે માર્ગદર્શન આપી શકે છે, તે આ છે: - પા સદી પહેલે જેમ લાયક માણસને ઉધારે માલ મળતો તેમ આજે પણ મળી શકે છે.

- આજે પણ કોઈ પણ લાયક માણસ ક્રેડિટ પર માલ ખરીદી વગર મુડીયે ધંધાની શરૂઆત કરી શકે છે.

- ધીરધાર કરનાર વેપારીઓમાં વિશ્વાસપાત્ર હોય તેને માલ સહેલાઈથી મળી શકે છે. અંગત ઓળખાણ કે જાણીતા માણસની સીફારીશથી વેપારીઓ આજે પણ ધીરધાર કરે છે.

- માલ ખરીદ્યા બાદ જે વેપારી વખતસર, બલ્કે, ટાઇમથી પણ બે ચાર દહાડા વહેલો નાણાં ભરી દે તો તેની ક્રેડિટ સારા માં સારી બંધાય છે.

- આપણે વેપાર ટકાવવો હોય તો નાણાંની ભરપાઇ કરવામાં કદી ચૂક થવી ન જોઈએ. આંટ જાળવી જાણે તેજ સાચો વેપારી.

- જમાનો બદલાઈ રહ્યો છે. આપણામાં નાણાંની લોન આપનાર સંસ્થાઓના સહકાર વડે નાણા હફ્તેથી લઇ માલ રોકડે ખરીદવામાં આવે તો માલ સસ્તા ભાવમાં મળે. એથી નફાનું પ્રમાણ વધશે અને હપ્તાંની ભરપાઇ પણ વખતસર કરી શકાશે.

- સારો વેપાર કરવા માટે ગ્રાહકોને વિશ્વાસ મેળવવો જોઈએ.

- દરેક વેપારીયે ગજા પ્રમાણે માલ ખરીદવો જોઈએ. શર્મા શર્મીએ કે ચડસા ચડસીમાં પડી બિનજરૂરી ભરાવો કરવો નહીં. ગજા જેટલા માલના નાણાં ભરવામાં તકલીફ પડતી નથી.

- મીઠી જબાન રાખવી અને નાનામાં નાના ગ્રાહકને પણ મોટામાં મોટા ગ્રાહકની બરોબર ગણવો.

- ગ્રાહક પૂછે તેટલો માલ વહેંચી ને સંતોષ લેવાને બદલે એને નવો માલ બતાવી રસ લેતો કરવો જેથી વેપારમાં વધારો થાય.

- યુવાનોનું અંતિમ લક્ષ આરામપ્રિય નોકરી નહીં પણ વેપાર હોવો જોઈએ.

- એને સૌથી કીમતી ને સૌથી ઉત્તમ વાત એ છે કે જમાનાના ઇમામ હાજર મૌજુદ ગણી પોતાના હરેક શ્વાસ ઈમાનદારી અને ઇસ્માઇલી મઝહબના સિદ્ધાંત પ્રમાણે વીંટાળવા જોઈએ.

આ છે યુવાનોને માર્ગ દર્શન સ્વભાવે શાંત અને મળતાવાર કામડીયા સાહેબ ૧૮ વર્ષની વયથી શક્ય હોય તેવી કૉમ સેવા કરતા આવ્યા છે. એમની કેટલીક સેવાઓમાં રોવર સ્કાઉટના પટ્રોલ લીડર અને કોર્ટ ઓફ ઓનરના ઓનરેરી સેક્રેટેરી. એકનૉમિક કમિટીના મેમ્બર, ઇસ્માઇલી અસોસીએશનની એડવાઈઝરી કમિટીના મેમ્બર, આપણી લાઈબ્રેરીના ચેરમેન, લિટરેરી સેક્શનના ચેરમેન, સાતમી રાતના કામડીયા, વિગેરે સેવાઓ આપી ચૂકયા છે ઉપરાંત ઈસ્માઈલીયા કોઓપરેટિવે સોસાઈટીના એક ડિરેક્ટર તરીકે અને ઈસ્માઈલીયા વેલ્ફેર સોસાયટીના સભ્ય તરીકે વર્ષોથી સતત સેવા આપતા રહ્યા છે. ૧૯૫૩ માં મૌલાના સુલતાન મહમ્મદ શાહે કરમ બક્ષીશથી હુઝૂર મુખીનો ખિતાબ ઈનાયત કર્યો હતો. ચાલુ સાલમાં તેઓ દરખાના જમાતના કામડીયા નામદાર પ્રવિશનલ કાઉન્સિલના એક્સઓફિશીયો મેમ્બર નિમાયા છે. એવાં સાહેબના કામમડિયાપના દરમ્યાન નામદાર પ્રિન્સ અલી સૉલ્મેન ખાનની પધરામણી અને હાજર ઇમામની બે પધરામણી એમ ત્રણ અવસરો ફક્ત ચાલુ વર્ષમાંજ સાંપડ્યા છે તે માટે તેમજ મૌલાના હાજર ઇમામ શાહ કરીમ અલ-હુસૈનીની ઈમામતની તખ્તનશિનીનો અને તાજપોશીનો અતિ ભાગ્યવંત અવસર સાંપડ્યો છે તેની “ધ ઇસ્માઇલી રોશની” એમને લખો ધન્યવાદ આપે છે."

— ઇસ્માઇલ મહંમદ દેવજી, એડિટર

[1]

ISMAILI ROSHNI 1957(Published by Ismail Mohamed Dewji & printed by by Hassanali Bhanji of Hassan Press, Dar es Salaam.)

Family Photo Album

  1. ISMAILI ROSHNI. Publisher Ismail Mohamed Dewji & Printer Hassanali Bhanji of Hassan Press, Dar es Salaam, 1957)